સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર વિટામિનના પ્રાપ્તિ સ્થાન, તેમના કાર્ય તેમજ તેનાથી થતા વિવિધ રોગો વિશેના પ્રશ્નો પુછવામાં આવે છે. આ પેઇજ પર વિવિધ ઘટક જેમકે, પ્રોટીન, ચરબી, વિટામિન, કેલ્શિયમ સહિતના ઘટકોની માહિતી, તેના પ્રાપ્તિસ્થાનો, માનવ શરીરમાં તેના મહત્વપૂર્ણ કાર્યો તેમજ તેની ઉણપથી થતા રોગો / અસરો વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી આવનાર પોલીસ કોન્સ્ટેબલ અને PSI / ASI સહિતની પરીક્ષાઓમાં ચોક્કસ ઉપયોગી થશે.
ઘટક | પ્રાપ્તિસ્થાન | મહત્વનાં કાર્યો | ઊણપનાં લક્ષણો |
---|---|---|---|
પ્રોટીન | દૂધ, દૂધની બનાવટો, કઠોળ, ઈંડાં, માંસ, માછલી, સૂકો મેવો, મગફળી | ઘસારાને દૂર કરવો, રોગપ્રતિકારક શક્તિ વધારવી, શરીરની વૃદ્ધિ | વજનમાં ઘટાડો, નબળા સ્નાયુ, મનની અસજ્જતા કે મંદતા, રોગ – પ્રતિકારક શક્તિનો અભાવ, અશક્તિ |
ચરબી | તલ, મગફળી, કરડી, કપાસિયા, કોપરા, સરસવનાં તેલ, મલાઈ, માખણ, ઘી, પનીર, મોર્ગેરિન, પશુની ચરબી, ઈંડાંનો પીળો ભાગ | શક્તિનું અને શરીરની ઉષ્માનું સર્જન | વજન ઘટાડો, થાક અશક્તિ |
કાર્બોદિત પદાર્થો | ખાંડ, શરબત, ફળ, દૂધ, અનાજ, ધાન્યો, બટાટા, કંદમૂળ, કાંજી | શરીરની ગરમી અને શક્તિનું ઉત્પાદન | વજન ઘટાડો, ચામડીના રોગો |
કેલ્શિયમ | દૂધ, દહીં, છાસ અને દૂધની બનાવટો, લીલાં શાકભાજી, બાજરી, નાની માછલીઓ. રાગી | અસ્થિસર્જન, હ્યદય / સ્નાયુની કાર્યક્ષમતા, રક્તગઠન | નબળાં હાડકાં, દાંતનો સડો, સ્નાયુની દુષ્કિયા |
લોહતત્વ | ભાજીપાલો શાક, મોગરી, રીંગણ, અનાજ, કઠોળ, માંસ, બાજરી, ગોળ, ખજૂર, તલ, રાઈ, મેથી | રક્તસર્જન | લોહીની ફિકાશ, પાંડુરોગ, એનિમિયા |
વિટામિન એ | તમામ પ્રકારનાં તેલ, ઘી, માખણ, મલાઈ, પીળાં ફળો, ગાજર, પપૈયું, પીચ, કોળું, ઈંડાનો પીળો ભાગ, માછલીનું તેલ, ટામેટાં | ચામડીની સુરક્ષા, આંખની સુરક્ષા, અંતર્ ત્વચાનું સ્વાસ્થ્ય, શરીરની વૃદ્ધિ, રોગ સામે રક્ષણ | મંદ વિકાસ, રતાંધળાપણું અને આંખના રોગો, ચામડીના રોગ, ચામડી ફાટી જવી, પગની પાનીમાં ચીરા |
વિટામીન બી થાયોમિન બેરીન | તમામ પ્રકારનાં ધાન્ય અને કઠોળનાં ફોતરાં, ફળોની બાહ્યત્વચા, ખમીર (યીસ્ટ), તલ, મગફળી, સૂકાં મરચાં, માંસ, છડ્યા વગરના ચોખા, ફોતરાંવાળીદાળ, કઠોળ | વૃદ્ધિનું, કાર્બોદિતનું ચયાપચય, હ્યદય – સ્નાયુનું જ્ઞાનતંતુનું તંદુરસ્ત મનનું | વિકાસમંદતા, ભૂખનો અભાવ, વજન ઘટાડો, કમશક્તિ, હ્યદય ધડકન, ચેતાવિકાર, અલ્પક્ષમતા થાક, અપચો, બેરીબેરી |
વિટામીન બી – 2 રીખોફ્લેવીન | દૂધ અને તેની વાનગી, લીલાં શાકભાજી, ખમીર (યીસ્ટ), ઈંડાં, યકૃત | વિદ્ધિ – ચામડી – મુખનું સ્વાસ્થ્ય કાર્બોદિતનું ચયાપચય, આંખનું સ્વાસ્થ્ય | વિકાસમંદતા, રાતી આંખો, ઝાંખી દષ્ટિ, પ્રકાશ – અસહિષ્ણુતા, મુખના ખૂણા પર ચાંદાં, રાતી જીભ. |
વિટામીન બી – 6 પાયરિડોરિયન | લીલાં શાકભાજી, માંસ, યકૃત | વૃદ્ધિ, ચામડીનું સ્વાસ્થ્ય, જ્ઞાનતંતુની કાર્યક્ષમતા | બાળકોમાં તાણ |
વિટામીન બી – 12 | દૂધ, માંસ | રક્તનું સર્જન | પરનિસિયસ પાંડુરોગ |
વિટામીન સી | તમામ પ્રકારનાં ખાટાં ફળો, આમળાં, ટામેટાં, લીંબુ, ભાજીપાલો, બટાટા, ફણગાવેલાં અંકુરિત કઠોળ, ધાન્ય | વૃદ્ધિ, કેશવાહિની રક્તવાહિનીનું સમારકામ, દાંતનાં પેઢાનું સ્વાસ્થ્ય | રક્તસ્ત્રાવી પેઢાં, સાંધામાં રક્તસ્ત્રાવ, ચામડી પર ઝામા, ઘાની રૂઝમાં વિલંબ, સ્કર્વી |
વિટામીન ડી (સૂર્યનાં કોમળ કિરણોની અસરથી ત્વચા નીચે રહેલ અરગોસ્ટેરોલનું વિટામિન ડીમાં પરિવર્તન) | તમામ પ્રકારનાં તેલ – ઘી, માખણ, મલાઈ, લીવર, ઈંડાં, માછલીનું તેલ | કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચયમાં, અસ્થિમાં કેલ્શિયમ જમા કરવામાં સહાયરૂપ, દાંતનું સ્વાસ્થ્ય. | સુક્તાન (બાળકમાં) નબળાં હાડકાં, (મોટામાં) કેલ્શિયમ જમા ન થવાથી પોચા વળી શકે તેવાં હાડકાં, દાંતનો સડો, અસ્થિમૃદુતા |
વિટામીન ઈ સેકોફેરોલ | તમામ પ્રકારનાં અંકુરિત ધાન્યો, કઠોળ, તેલ, લીલાં શાક, ઘી, દૂધ, મલાઈ,માખણ | પ્રજનન ક્ષમતા | પ્રજનન ક્ષમતા પર અસર |
વિટામીન કે | લીલાં શાકભાજી, ટામેટાં | સ્વાભાવિક રક્તગઠનમાં સહાયક | રક્તસ્ત્રાવની ફરિયાદ |
નિકોટિનિક એસિડ (નાયાલિન) | ઘઉંના અંકુર, કઠોળ, ટામેટાં, સૂકાં ફળ, લીલાં શાકભાજી, માંસ, ફોતરાંવાળાં ધાન્ય | કાર્બોદિત પદાર્થોના ચયાપચયમાં, પાચનતંત્ર અને ચેતાતંત્રની ક્ષમતા વધારવામાં, ત્વચાનું સ્વાસ્થ્ય જાળવવામાં. | લીસી રાતી જીભ, પાચનવિકાર (ઝાડો), મનોવિકાર, કાળા ડાઘ, શરીરનાં ખૂલ્લા ભાગ પર પેલાગ્રા |
ફોલિક એસિડ | ભાજીપાલો, કઠોળ | રક્તનું સર્જન, સગર્ભાવસ્થમાં ભ્રુણનો વિકાસ | સગર્ભા સ્ત્રીમાં અને બાળકમાં રક્તની અલ્પતા, ફિકાશ (પાંડુતા) |
Very important information give thank