About Ramon Magsaysay Award
Ramon Magsaysay Award / રેમન મેગ્સેસે પુરસ્કાર ફિલિપાઇન્સના સાતમાં રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે જેઓના શાસનને અખંડતા, લોકોની સાહસી સેવા અને લોકતાંત્રિક સમાજના આદર્શ તરીકે ઓળખવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના 1957થી Rockefeller Brothers Fund (RBF) અને ફિલિપાઇન્સ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર એશિયાના પોતાના ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા માટે અપાય છે. રેમન મેગ્સેસે પુરસ્કારને “એશિયાનો નોબેલ પુરસ્કાર” પણ કહેવામાં આવે છે.
શરુઆતમાં Ramon Magsaysay Award છ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવતો હતો જેમાં Government Service, Public Service, Community Leadership, Journalism, Literature, and Creative Communication Arts, Peace and International Understanding અને Emergent Leadership નો સમાવેશ થાય છે. વર્ષ 2009થી આ તમામ કેટેગરીને બંધ કરી આ પુરસ્કારને Uncategorized સ્વરુપે આપવાનું શરુ કરાયું છે.
Indian Recipients of Ramon Magsaysay Award
વર્ષ | નામ | ક્ષેત્ર |
---|---|---|
1958 | આચાર્ય વિનોબા ભાવે | સામાજિક નેતૃત્વ |
1959 | સી. ડી. દેશમુખ | પ્રશાસકીય સેવા |
1961 | અમિતાભ ચૌધરી | સાહિત્ય |
1962 | મધર ટેરેસા | આંતરરાષ્ટ્રીય સદભાવ |
1963 | દારા એન. ખુરોદી | સામાજિક નેતૃત્વ |
1963 | ત્રિભુવનદાસ કે. પટેલ | માજિક નેતૃત્વ |
1963 | ડૉ. વર્ગીસ કુરિયન | સામાજિક નેતૃત્વ |
1965 | જયપ્રકાશ નારાયણ | સામાજિક સેવા |
1966 | કમલાદેવી ચટ્ટોપાધ્યાય | સામાજિક નેતૃત્વ |
1967 | સત્યજિત રે | કલા |
1971 | ડૉ. એમ. એસ. સ્વામીનાથન | સામાજિક નેતૃત્વ |
1974 | એમ. એસ. સુબ્બુલક્ષ્મી | સામાજિક સેવા |
1975 | બી. જી. વર્ગીઝ | સાહિત્ય અને કલા |
1976 | શંભૂ મિત્રા | કલા |
1977 | ઈલા આર. ભટ્ટ | સામાજિક નેતૃત્વ |
1979 | ડૉ. રજનીકાંત એસ. આરોલે ડૉ. મેબલ આર. આરોલે | સામાજિક નેતૃત્વ |
1981 | ગોરકિશોર ઘોષ | સહિત્ય અન કલા |
1982 | મણિભાઈ દેસાઈ | સામાજિક સેવા |
1982 | અરૂણ શૈરી | સાહિત્ય, કલા અને પત્રકારત્વ |
1984 | આર. કે. લક્ષ્મણ | સાહિત્ય, કલા અને પત્રકારત્વ |
1985 | મુરલીધર દેવીદાસ (બાબા આમ્ટે) | સામાજિક સેવા |
1989 | લક્ષ્મીચંદ સી. જૈન | સામાજિક સેવા |
1991 | કે. વી. સુબન્ના | સાહિત્ય અને કલા |
1992 | પંડિત રવિશંકર | કલા |
1993 | ડૉ. દાનુ ગોયાજી | સામાજિક સેવા |
1994 | કિરણ બેદી | પ્રશાસકીય સેવા |
1996 | પાંડુંરંગ આઠવલે શાસ્ત્રી | સામાજિક નેતૃત્વ |
1996 | ટી. એન. શેષાન | પ્રશાસકીય સેવા |
1997 | મહાશ્વેતા દેવી | પત્રકારત્વ |
1997 | મહેશચંદ્ર મહેતા | પ્રશાસકીય સેવા |
2000 | અરુણા રોય | સામાજિક નેતૃત્વ |
2000 | જોફીન અર્પુથમ | સામાજિક સેવા |
2001 | રાજેન્દ્ર સિંગ | સામાજિક નેતૃત્વ |
2002 | સંદીપ પાંડે | સામાજિક નેતૃત્વ |
2003 | જે. એમ. લિંગદોહ | પ્રશાસકીય સેવા |
2003 | ડૉ. શાંતા સિન્હા | સામાજિક નેતૃત્વ |
2004 | એલ. રામદાસ | આંતરરાષ્ટ્રીય સદભાવ |
2005 | ડૉ. વી. શાંતા | સામાજિક નેતૃત્વ |
2006 | અરવિંદ કેજરીવાલ | યુવા નેતૃત્વ |
2007 | પી. સાંઈનાથ | પત્રકારત્વ |
2008 | ડૉ. પ્રકાશ આમ્ટે | સામાજિક સેવા |
2008 | ડૉ. મંદાકિની આમ્ટે | સામાજિક સેવા |
2009 | દીપ જોષી | સામાજિક સેવા |
2011 | હરિશ હાંડે નિલિમા મિશ્રા | સામાજિક સેવા |
2015 | સંજીવ ચતુર્વેદી | યુવા નેતૃત્વ |
2016 | ટી. એમ. ક્રિષ્ના | યુવા નેતૃત્વ |
2012 | ફ્રાન્સિસ કુલંદેઇ | સામાજિક સેવા |
2015 | અંશુ ગુપ્તા | સામાજિક સેવા |
2016 | બેઝવાડા વિલ્સન | સામાજિક સેવા |
2018 | ભરત વટવાની | સામાજિક સેવા |
2018 | સોનમ વાંગચૂક | સામાજિક સેવા |
2019 | રવિશ કુમાર | પત્રકારત્વ |