પ્રસ્તુત પેઇજમાં ગુજરાતના તમામ અભ્યારણ્ય, પાર્ક અને આરક્ષિત વિસ્તાર (National Parks, Sanctuaries and Protected Area in Gujarat) ની માહિતી આપવામાં આવેલ છે. આ માહિતીમાં અભ્યારણ્ય / પાર્કનું નામ, તેનો વિસ્તાર, સ્થળ, જિલ્લો અને વિશેષતા સહિતની માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), પોલીસ ભરતી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે. આ માહિતી વિશે આપના મંતવ્યો પેઇજ નીચે આપેલ કમેન્ટ બૉક્સમાં અચૂક આપશો જેથી માહિતીની ગુણવત્તામાં સુધારો કરી શકાય.
National Parks in Gujarat
ક્રમ | આરક્ષિત વિસ્તારનું નામ | ક્ષેત્રફળ ચો. કિમીમાં | તાલુકો | જિલ્લો | મુખ્ય પ્રાણીઓ |
---|---|---|---|---|---|
1 | ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ્ય | 1,412.13 (કૂલ) 258.71 (પાર્ક) 1153.42 (અભ્યારણ) | તાલાલા | ગીર સોમનાથ | સિંહ, દીપડા, ગુડનાર, હરણ, સાબર, બિલાડી, પેંગોલીન, ચૌશીંગા, કાળિયાર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓ. |
2 | નારાયણ સરોવર / ચિંકારા અભ્યારણ્ય | 444.23 | લખપત | કચ્છ | ચિંકારા, જંગલી બિલાડી, શિયાળ, સ્થળાંતરીય પક્ષીઓની અનેક જાતિઓ |
3 | મરીન નેશનલ પાર્ક અને અભ્યારણ્ય | 457.92 (કૂલ) 162.89 (પાર્ક) 295.03 (અભ્યારણ) | ઓખા મંડળ | જામનગર | બોનેલીયા, એમ્ફીક્સોસ, જેલીફિશ, સીએનીમોન્સ, સ્ટારફિશ, ડોલ્ફિન, કોર્નલિયા, બોલકેટ, સ્ટારફિશ, અને વિવિધ જળચર પ્રાણીઓ / જીવો અને પક્ષીઓ (પરવાળાના ટાપુઓ અને ખરાબા) ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રય સ્થાન. |
4 | સુરપાણેશ્વર અભ્યારણ્ય | 607.7 | દેડિયાપાડા | નર્મદા | ચૌશીંગા, રીંછ, હાયેના, દીપડા, જંગલી બિલાડી, હરણ, ઝરખ. |
5 | જેસોર રીંછ અભ્યારણ્ય | 180.66 | ઘાનેરા | બનાસકાંઠા | નીલગાય, રીંછ, દીપડા, શાહુડી, સાંભર, પક્ષીઓ. |
6 | બરડા અભ્યારણ્ય | 192.31 | રાણાવાવ | પોરબંદર | સિંહ, જંગલી ભૂંડ, ચિત્તલ, દીપડા, નીલગાય, વાંદરા, સાંભર. |
7 | હીંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય | 6.54 | જસદણ | રાજકોટ | ચિંકારા, નીલગાય, સ્થળાંતરીય પક્ષીઓ જેવા કએ હંસ, ફ્લેમિંગો વગેરે |
8 | રામપરા અભ્યારણ્ય | 15.01 | વાંકાનેર | મોરબી | ચિંકારા, નીલગાય |
9 | બાલારામ અભ્યારણ્ય | 542.08 | પાલનપુર | બનાસકાંઠા | નીલગાય, રીંછ |
10 | જાંબુઘોડા અભ્યારણ્ય | 130.38 | જાંબુઘોડા | પંચમહાલ | રીંછ |
11 | રતનમહાલ રીંછ અભ્યારણ્ય | 55.65 | લીમખેડા | દાહોદ | રીંછ, ચિંકારા, દીપડા, નીલગાય, ડુક્કર |
12 | પાણીયા અભ્યારણ્ય | 39.63 | ધારી | અમરેલી | સિંહ, ચિત્તલ |
13 | ગાગા અભ્યારણ્ય | 3.33 | કલ્યાણપુર | દેવભૂમિ દ્વારકા | પક્ષીઓ |
14 | વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક | 34.08 | વલભીપુર | ભાવનગર | બ્લેકબક, નીલગાય, શિયાળ, વરૂ, સ્થળાંતરીય પક્ષીઓ. |
15 | ખીજડીયા પક્ષી અભ્યારણ્ય | 6.05 | જોડીયા | જામનગર | પક્ષીઓ |
16 | થોળ પક્ષી અભ્યારણ્ય | 6.99 | કડી | મહેસાણા | પક્ષીઓ |
17 | પોરબંદર પક્ષી અભ્યારણ્ય | 0.09 | પોરબંદર | પોરબંદર | સ્થળાંતર યાયાવર પક્ષીઓ |
18 | વાંસદા નેશનલ પાર્ક | 23.99 | વાંસદા | નવસારી | વાઘ, દીપડા, ઝરખ, ચૌશીંગા, જંગલી ભૂંડ, સાબર |
19 | પૂર્ણા અભ્યારણ્ય | 160.84 | ડાંગ | ડાંગ | હરણ, વાંદરા |
20 | ઘુડખર અભ્યારણ્ય | 4953.68 | નાનું રણ | કચ્છ | ઘુડખર, નીલગાય, દીપડા, શિયાળ, ચિંકારા, કાળિયાર, જંગલી ગધેડાં, વરૂ, ડુક્કર તથા પક્ષીઓ (નાનું રણ) |
21 | સુરખાબનગર રણ અભ્યારણ્ય | 7506.22 | રાપર | કચ્છ | નીલગાય, શિયાળ, ચિંકારા, ફ્લેમિંગો, સ્થળાંતરીય પક્ષીઓ |
22 | કચ્છ અભ્યારણ્ય | 2.03 | અબડાસા | કચ્છ | ઘોરાડ અને ચિંકારા |
23 | નળ સરોવર પક્ષી અભ્યારણ્ય | 120.82 | લખતર સાણંદ | સુરેન્દ્રનગર, અમદાવાદ | સ્થળાંતરીય પક્ષીઓ, બગલાઓ, પેલિકન, ફ્લેમિંગો, સારસકુંજ, રાજહંસ |
24 | હાથબ કાચબા ઉછેરકેન્દ્ર | 110.5 | હાથબનો દરિયાકિનારો | ભાવનગર | કાચબા |
25 | મીતીયાળા વન્યજીવન અભ્યારણ | 18.22 | મીતીયાળા | અમરેલી | સિંહ, દીપડા, ટપકાંવાળા હરણ, નીલગાય |
26 | ગિરનાર વન્યજીવ અભ્યારણ્ય | 178.87 | ભવનાથ | જૂનાગઢ | વાંદરા, હરણ, સેમર(રોઝ), જંગલી ભૂંડ, દીપડા, સિંહ |
27 | ક્ચ્છ બાયોસ્ફિયર રિઝર્વ | 12454 | નાનું અને મોટું રણ | કચ્છ | - |
28 | છારી-ઢંઢ જળપ્લાવીત ભૂમી સંવર્ધન ક્ષેત્ર | 227 | ફુલય, નખત્રાણા | કચ્છ | - |
29 | બન્ની ઘાસમેદાન ક્ષેત્ર | - | કચ્છ | કચ્છ | - |