Table of contents
About Nobel Prize
Nobel Prize / નોબેલ પુરસ્કારની શરુઆત 10 ડિસેમ્બર, 1901થી આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની પાંચમી પૂણ્યતિથિના રોજ કરવામાં આવી હતી. આ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વિડન નરેશ દ્વારા સ્વીડનની રાજધાની સ્ટૉકહૉમમાં આવેલ કોન્સર્ટ હોલમાં આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માટે Royal Swedish Academy of Sciences દ્વારા, તબીબીશાસ્ત્ર માટે Nobel Assembly at the Karolinska Institute દ્વારા તેમજ શાંતિ માટે સ્વીડીશ એકેડ (નોર્વે નોબેલ કમિટી) દ્વારા અપાય છે. અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવાની શરુઆત 1968થી કરવામાં આવી હતી. પહેલો નોબેલ પુરસ્કાર રેડ ક્રોસના સંસ્થાપક હેનરી ડ્યુનેન્ટ અને ફ્રેન્ચ પીસ સોસાયટીના સંસ્થાપક ફ્રેડરિક પૈસીને સંયુક્ત રુપે અપાયો હતો.
About Alfred Nobel
આલ્ફ્રેડ નોબેલ એક સ્વીડીશ વૈજ્ઞાનિક હતા જેમણે ડાયનામાઇટ સહિત લગભગ 355 શોધ કરી હતી. આલ્ફ્રેડ નોબેલે પોતાના મૃત્યું પહેલા જ પોતાની અઢળક સંપતિનો એક મોટો હિસ્સો એક ટ્રસ્ટ માટે સુરક્ષિત રાખ્યો હતો. તેઓની ઇચ્છા હતી કે આ ભંડોળના વ્યાજની આવકમાંથી દર વર્ષે વિશ્વના એવા લોકોને સમ્માનિત કરવામાં આવે જેઓએ માનવ જાતિના ઉદ્ધાર માટે નોંધનીય કામ કર્યું હોય.
Rewards in Nobel Prize
Nobel Prize / નોબેલ પુરસ્કારમાં સોનાનું મેડલ, ડિપ્લોમા / સર્ટિફિકેટ અને 10 મિલિયન SEK (Swedish krona) લગભગ 11,45,000 અમેરિકી ડોલર ઇનામ તરીકે આપવામાં આવે છે.
List of Indian Nobel Prize Winners
ક્રમ | નામ | ક્ષેત્ર | વર્ષ | નાગરિકતા |
---|---|---|---|---|
1 | રવિન્દ્રનાથ ટાગોર | સાહિત્ય | 1913 | બ્રિટિશ ભારત |
2 | સી. વી. રામન | ભૌતિકશાસ્ત્ર | 1930 | બ્રિટિશ ભારત |
3 | હરગોવિંદ ખુરાના | તબીબીશાસ્ત્ર | 1968 | ભારતમાં જન્મ |
4 | મધર ટેરેસા | શાંતિ | 1979 | ભારતના નાગરિક |
5 | એસ. ચંદ્રશેખર | ભૌતિકશાસ્ત્ર | 1983 | ભારતમાં જન્મ |
6 | અમર્ત્ય સેન | અર્થશાસ્ત્ર | 1998 | ભારતના નાગરિક |
8 | વેંકટરામન રામકૃષ્ણ | રસાયણશાસ્ત્ર | 2009 | ભારતમાં જન્મ |
9 | કૈલાશ સત્યાર્થી | શાંતિ | 2014 | ભારતના નાગરિક |
10 | અભિજિત બેનરજી | અર્થશાસ્ત્ર | 2019 | ભારતમાં જન્મ |
11 | રોનાલ્ડ રોઝ | તબીબીશાસ્ત્ર | 1902 | ભારતમાં જન્મ |
12 | રુડયાર્ડ કિપ્લિંગ | સાહિત્ય | 1907 | ભારતમાં જન્મ |
13 | 14માં દલાઇ લામા | શાંતિ | 1989 | ભારતના નાગરિક |